3 November 2018

એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાઈ જશે

*એક    મિનીટ   લાગશે               અચૂક   વાંચજો           પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો  બદલાઈ  જશે*

*લોકો   કહે   છે   કે , એકલા   આવ્યા   અને     એકલા   જવાનું     !!!!!!!!!!! શું   લઇ   આવ્યા   અને   શું   લઇ   જવાનું  !!!!!!!!!!!*

*આ વાત તદ્દન સાચી છે, પરંતુ   તેના   કરતા   પણ વધારે   સાચી    અને વધારે   મહત્વની  વાત એ   છે   કે                એકલા* *આવ્યા     〰     એકલા  જવાનું   એ  ખરું,* *પરંતુ   એકલા     જીવવાનું   શક્ય   છે ???*
*જીવનસાથી   વિના જીવન   પસાર   કરવું કેટલું    મુશ્કેલ   છે.??????*

*જનાર  વ્યક્તિ  આમ  તો કશું  લઇ  જતી  નથી  અને   છતાં   આપણુ સર્વસ્વ   લઇ   જાય   છે.*

*જીવનસાથીની          કદર   કરતાં   શીખો.*
*તેની   અવગણના   કે     અવહેલના                    કદી    ના   કરશો.*
*જીવન  સાથી  માંથી '' " " " જીવ '' નીકળી  જાય પછી                            કેવળ*
*''ન   સાથી ''                  રહી   જાય   છે.*
*પછી   કશામાં   જીવ લાગતો   નથી .*

  *ઘરમાં   બેઠા   હોઈએ ત્યારે*
*ઘડીકમાં   તેના અવાજનો   રણકો    કાનમાં   સંભળાય   છે , યાદોનો   ગડગડાટ દિલમાં   ગુંજી   ઉઠે   છે ,*
*ખાલી   મકાનમાં  પડઘા પડતા   હોય  તેમ ~ તેના પડઘા   મનમાં   પડે   છે.*
*પણ   આ   બધું         થોડી   જ   વારમાં        ભ્રમ   સાબિત   થાય   છે.*
*ખાવાના   મેજ   ઉપર તેની   ભાવતી   વાનગી જોઇને   આંખની   પાંપણ આપોઆપ                ભીની   થઇ   જાય   છે .*

*બહાર   નીકળતા         એની   એ   જ   દુનિયા અને   એના  એ  જ   લોકો  અજાણ્યા  લાગવા  માંડે છે.*

*જીવન   સાથી   સાથે વિતાવેલ   સમય   અને સ્મરણોનું  ગૂંચળું   ગળામાં  ડૂમો  બની  જાય છે.*

*આંખના   આંસુ          પણ   થિજી   જાય   છે .*

*માટે   કહું   છું   કે   આજથી  અને  અત્યારથી જ    તમારા                 જીવન ~ સાથીની                       કદર   કરતા   શીખો.*

*ક્યારેય  વિચાર  કર્યો   છે   કે* *જીવન ~ સાથી વિદાય  લે  તો                 શું   દશા   થાય   ??????*

*વિચાર  ન  કર્યો  હોય  તો આજે   જ   કરજો     અને આજથી   તમારી   પ્રિય વ્યક્તિને   અસીમ   પ્રેમ કરવાનું   શરુ   કરી  દેજો.*
*અને   સ્નેહવર્ષાથી નવડાવી   દેજો.*
*અને   સામે            તમારી   પ્રિય  વ્યક્તિના*              *પ્રેમને   ઝીલવા  અને તેનું   સન્માન   કરવા તત્પર   રહેજો .*

*તમારી   પ્રિય   વ્યક્તિને દિલથી   જણાવો   કે        તું   છે   તો  આ   બધું   છે.*

*કારણ  કે  તું  છે  તો  હું  છું. તું   ન   હોય   તો              હું    સાવ   એકાકી .*

*તારા   વગર             આખું   જગ   સૂનું .*

*જે   આજે   પ્રેમ         નથી   કરી   શકતો   તે પાછળથી   પસ્તાય   છે.*
*ચાલી   ગયેલી   આજ ક્યારેય   પાછી   નથી આવતી ,   〰  〰    અને          ચાલી   ગયેલી   વ્યક્તિ પણ !*.